હળવદમાં સંવિધાન બચાઓ મંચ દ્વારા CAA ના સમર્થનમાં વિશાળ મૌન રેલી નીકળી

- text


હળવદ : ભારત સરકાર દ્વારા તાજેતરમાં જે નાગરિકતા સંશોધન કાયદો (CAA) અમલમાં મુકવામાં આવેલ છે. તેના સમર્થનમાં આજ રોજ હળવદ ખાતે સંવિધાન બચાઓ મંચ દ્વારા વિશાળ મૌન રેલી યોજાઈ હતી. મૌન રેલી હળવદના લક્ષ્મીનારાયણ ચોક ખાતેથી પ્રારંભ થઇ હતી.

મૌન રેલીમાં સંતો મહંતોની આગેવાનીમાં હળવદની મુખ્ય બજારમાં થઈ સરાનાકા થઈ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પૂર્ણ થયેલ અને મૌન રેલી પૂર્ણ થયે હાજર સાધુ સંતશ્રીઓ અને રાષ્ટ્રપ્રેમી આગેવાનોએ પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવેલ અને સંવિધાનના રચયિતા ભારત રત્ન ડૉ.બાબા સાહેબને હાજર સૌએ વંદન કરેલ આ મૌન રેલીમાં હળવદના તમામ વર્ગના હજારોની સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાનો અને નગરજનો સ્વયંભૂ જોડાયા હતા.

- text

આ રેલી સંપૂર્ણ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે મુખ્ય બજારમાંથી નીકળી હતી આ રેલીમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પૂજ્ય મહંત દીપકદાસજી મહારાજ, પૂજ્ય પ્રભુચરણ બાપુ, મકાસરી મંદિરના પૂજ્ય મહંત દયાલગીરી મહારાજ, રંગીલા હનુમાનજી મંદિરના મહંત પરસોત્તમ પુરી બાપુ, શ્રી હરિકૃષ્ણ ધામ રણજીતગઢના પૂજ્ય સંતો સહિત સામાજિક રાજકીય શૈક્ષણિક અગ્રણીઓ અને હળવદના રાષ્ટ્રપ્રેમી ભાઈઓ તથા બહેનો આ રેલીમાં શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંવિધાન બચાઓ મંચ હળવદના તમામ રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

- text