વાંકાનેર બાઉન્ડરી પાસેથી 27 બોટલ વિદેશી દારૂ સાથે બેની અટક, એકની શોધખોળ ચાલુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથક દ્વારા 27 બોટલ અંગ્રેજી દારૂ સાથે બે શખ્સોની અટક કરવામાં આવી હતી. તથા આ કેસમાં એક શખ્સની શોધખોળ ચાલુ છે.

- text

પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથક દ્વારા વાંકાનેર બાઉન્ડરી પાસેથી 27 બોટલ વિદેશી દારૂ ભરેલી અલ્ટ્રો કાર નં. GJ10AC6331 મળી આવતા આરોપી અરજણભાઈ રાજાભાઈ ઝલું (ઉ.વ. 36) તથા રામજીભાઈ જીવાભાઈ હરસોરા (ઉ.વ. 53) (રહે. બંને સીતારામ મઢુલી પાસે, નવા પ્લોટ, પારડી, લોધીકા)ની અટક કરવામાં આવી છે. તેમજ અન્ય આરોપી રાકેશભાઈ રામજીભાઈ હરસોરાની પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે. આ બનાવમાં પોલીસે 27 વિદેશી દારૂની બોટલો, કાર તથા મોબાઈલ સહીત કુલ મુદ્દામાલ રૂ. 74,360નો જપ્ત કર્યો હતો. બનાવની વધુ તાપસ પોલીસ અધિકારી આર. બી. જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- text