મોરબીનાં અમરેલી ગામે રામદેવપીર મંદીરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબીના અમરેલી ગામમાં નવનિર્મિત રામદેવપીર મંદીરે મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, રામદેવ પીરનાં નેજા, ધ્વજારોહણ સહીત મહાયજ્ઞ અને મહા પ્રસાદનું ગામ સમસ્ત દ્વારા આયોજન કરવામાં આવેલ હતુ.

આ તકે નાતજાત કે કોમના ભેદભાવ ભુલી સમસ્ત ગ્રામજનો દ્વારા રામદેવપીર નવનિર્મિત મંદીરમાં રહેલી મુર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગ્રામજનોએ ઉત્સાહ-ઉમંગભેર ભાગ લઈ ધર્મોલ્લાસ સાથે ભવ્ય રીતે ઉજવણી કરેલ હતી. અમરેલીના ગ્રામજનો દ્વારા દુખીયાના બેલી લીલા નેજાવાળા રણુજાનાં રાજા રામદેવપીરના જયજય કાર સાથે રામદેવ પીર મંદીરમા પુજન, અર્ચન, હોમ, હવન, યજ્ઞ, આરતી કરી આરાધના કરવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે ગામનાં આગેવાન તથા ઉમિયા માનવ સેવા ટ્રસ્ટનાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ગોપાલભાઈ ચારોલા સહીત ગામ સમસ્ત આ ધર્મોત્સવમાં સામેલ થઈ ગામ સમસ્તની એકતાનાં દર્શન કરાવી અન્યને પણ પ્રેરણારુપ સદકાર્ય કરી સામાજીક ઉત્તરદાયિત્વની આગવી પહેલ સાથે અન્ય માટે પણ આદર્શરુપ મનાતા અમરેલી ગામે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

- text