મોરબી જિલ્લાના પશુપાલકો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની માંગ

- text


અતિવૃષ્ટિ અને રોગચાળા ગ્રસ્ત પશુઓ માટે માલધારીઓને યોગ્ય વળતર ચુકવવાની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

મોરબી : મોરબી જિલ્લામાં રોગચાળાને કારણે માલધારીઓના પશુઓ મોતને ભેટ્યા છે. જોકે અતિવૃષ્ટિમાં પણ પશુઓ મોતને ભેટ્યા હતા. ત્યારે માલધારીઓને આ સ્થિતિમાંથી ઉગારવા માટે પશુપાલકો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબીના કોંગી અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા છે. માલઢોર માટે નીરણ ચારો મળતો નથી. તેમજ ખોળ કપાસિયાના બેફામ ભાવ અને ચરિયાણનો પણ ઉંચો ભાવ થવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને તેમની નજર સામે જ અબોલ પશુઓ ભયંકર રોગચાળાને કારણે મોતને ભેટ્યા છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલણીયાદ ગામે માલધારીના 20 થી 25 ઘેટાં મૃત્યુ પામ્યા છે અને ઘણા બધા પશુઓ બીમાર છે. વારંવાર પશુઓ મૃત્યુ પામતા હોવાથી પશુપાલન સાથે સંકળાયેઇને રોજી રોટી મેળવતા માલધારીઓને અનેક પ્રકારની વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેથી માલધારીઓને આ સ્થિતિમાંથી ઉવારવા માટે પશુપાલકોને સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કરવાની મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે.

- text