મોરબી : લાલપર પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા યુવકનું મોત

- text


મોરબી : મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ લાલપર વે બ્રીજ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનનું બાઇક રોડની સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળના ભાગમાં ઘુસી જતા માથા અને કપાળના ભાગે યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપુર રોડ ઉપર આવેલ રોઝો કેમિકલ નામના કારખાનામાં રહેતા અને ત્યાં જ કામ કરતાં ધર્મેન્દ્રભાઈ કૈલાશભાઈ બામનીયા (ઉં ૨૬) થોડા દિવસો પહેલા લાલપર નજીકથી પોતાનું બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા, ત્યારે આગળના ભાગમાં બંધ પડેલ ટ્રક નંબર GJ 36 T 3494ની પાછળના ભાગમાં ધર્મેન્દ્રભાઈનું બાઈક ઘૂસી જતાં ધર્મેન્દ્રભાઈને આંખ અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવ બાદ ધર્મેન્દ્રભાઈને તત્કાલિક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા ધર્મેન્દ્રભાઈનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે પિન્કીબેન અર્જુનભાઈની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text