મોરબીમાં યુવતી સાથે વાત કરવાના મામલે યુવાનને માર માર્યો

- text


યુવાનની ફરિયાદના મામલે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર યુવતી સાથે વાત કરતો હોવાથી શંકા રાખી તેના ભાઈ સહિત ચાર શખ્સોએ યુવાનને લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.જેમાં યુવાનની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા અલીભાઈ હજીભાઈ શેખ ઉ.વ.26 નામના યુવાને તેમના જ વિસ્તારમાં રહેતા આદિલ અબ્દુલ શેખ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે મોરબી એ ડિવિજન મથકે ફરિયાદ નોંધાવી હતી કે , ગઈકાલે આરોપીઓ ફરિયાદીને ઘરે આવ્યા હતા અને આરોપીની બેન સાથે ફરિયાદી વાત કરતો હોય તેવી શંકા વહેમ રાખીને આરોપીઓએ ફરિયાદીને લાકડી વડે માર માર્યો હતો.આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text