હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

- text


કથાના ત્રીજા દિવસે ધારાસભ્ય સાબરીયા અને તાલુકા પંચાયત પ્રમુખ ઝાલા રહ્યા ઉપસ્થિત

હળવદ : હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે સમસ્ત ક્ષત્રિય ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે જેમાં આજે કથાના ત્રીજા દિવસે ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો તેમજ સંતો ઉપસ્થિત રહ્યા હતા

પંથકના ઇંગોરાળા ગામે સમસ્ત ક્ષત્રિય ઝાલા પરિવાર દ્વારા ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત કથામાં લખતર વાળા આશુતોષ ભાઇ રાવલ ભાગવત સપ્તાહ નું શ્રોતાજનોને રસપાન કરાવી રહ્યા છે

ઇંગોરાળા ગામ ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના મોટી સંખ્યામાં ભક્તજનો કથામાં જોડાઈ રહ્યા છે સાત દિવસીય ચાલનારી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં રામ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા,કૃષ્ણ જન્મોત્સવ, રુક્ષ્મણી વિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવવામાં આવી રહ્યા છે

- text

ત્યારે આજે ભાગવત સપ્તાહ ના ત્રીજા દિવસે નવા સાંગણા અંબિકા આશ્રમના મહંત પૂજ્ય રમજુબાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા સાથે જ હળવદ-ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના રાજકીય આગેવાનો પણ શ્રીમદ ભાગવત સપ્તાહ ઉપસ્થિત રહ્યા હતા

ઇંગોરાળા ગામે ચાલી રહેલ શ્રી શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના આયોજનને સફળ બનાવવા ગામના ક્ષત્રિય ઝાલા સમાજના વડીલો તેમજ યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે

તેમજ આવતી કાલે રાત્રીના ૯ કલાકે સોમવારના રોજ ભજન સંતવાણી આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવી,સંતવાણીના આરાધક ભરતભાઈ નિમાવત,કોકીલકંઠી મંજુલાબેન ગોસ્વામી સહિતના કલાકારો ભજન સંતવાણી ની રમઝટ બોલાવશે

- text