હળવદ : મેરૂપરના પાટિયાથી બ્રાહ્મણી ડેમ સુધીના ખરાબ રોડની યોગ્ય મરામત કરવા રજૂઆત

- text


જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ એ કાર્યપાલક ઇજનેરને કરી રજૂઆત

હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામ જવાના પાટિયાથી બ્રહ્માણી ડેમ સુધીમાં રોડ રીપેરીંગ કરવા મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા જિલ્લા કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે

હળવદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તા પાછલા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ઘણી વખત તો આવા બિસ્માર રસ્તાઓને કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે જેને કારણે આવા રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે

- text

ત્યારે હળવદ તાલુકાના મેરૂપર ગામ ના પાટિયાથી બ્રાહ્મણી ડેમ સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી ગયેલા હોય જેના કારણે મેરૂપર ના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આ અંગે મેરુપર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ને રજૂઆત કરી હોય જેને અનુસંધાને કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ એ જિલ્લા કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી જણાવ્યું છે કે મેરુપર ના પાટીયા થી બ્રાહ્મણી ડેમ સુધીનો રોડ સિચાઈ વિભાગ હસ્તકનો હોય જે હાલ ખૂબ જ ખરાબ હાલતમાં છે જે રસ્તાને પેચવર્ક અથવા રિફિલિંગ કરવામાં આવે તેમ જણાવ્યું છે

- text