જેતપર ગામે પરિણીતા રિસામણે બેસતા બંને પક્ષો વચ્ચે મારામારી

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે પરિણીતા રીસામણે બેસતા બંને પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતાં મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

મોરબીના જેતપર ગામે ભરવાડ શેરીમાં રહેતા ગીરીશભાઈ દુર્લભજીભાઈ ટેટીયાએ મોરબીના પીપળી ગામે શાંતિનગરમાં રહેતા મુળજીભાઇ લક્ષ્મણભાઈ ધુમલીયા વિરુદ્ધ માર માર્યાની ફરીયાદ નોંધાવેલ છે. જેમાં ભોગ બનનાર ગિરીશભાઈએ તાલુકા પોલીસમાં જણાવ્યા મુજબ તેમના અને સામા પક્ષવાળા મૂળજીભાઈના લગ્ન સામેસામા બહેનો સાથે થયા હોય અને હાલ બંનેની પત્નીઓ માવતરે રિસામણે હોય. તેથી, સામાવાળા મૂળજીભાઈ ફરિયાદી ગિરીશભાઇના ઘેર આવ્યા હતા અને રીસામણા બાબતે આગળ હવે શું કરવાનું છે? તેમ પૂછયું હતું. તેથી, ફરિયાદીએ તેમજ તેના પરિવારજનોએ હાલ થોડું ખમવું છે અને રાહ જોવી છે પછી વાત કરશું તેમ કહેતાં મૂળજીભાઈએ આવેશમાં આવી જઇ ગાળો દેવા લાગ્યા હતા. જેથી, ગાળો દેવાની ના પાડતાં મૂળજીભાઈએ ગીરીશભાઇની માતાને ફડાકો મારી દીધો હતો અને તેમના પિતાને પણ જેમ ફાવે તેમ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી, ગિરીશભાઈએ મોરબી તાલુકા પોલીસમાં મૂળજીભાઈ ધુનલીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ. આર. બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text