મોરબી સુન્ની કબ્રસ્તાન પાસે ગટરની ગંદકીમાંથી મૈયતને થવું પડે છે પસાર : મુસ્લિમ સમાજમાં રોષ

- text


મોરબી : મોરબી સ્થિત સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન વાળી શેરીમાં છેક કબ્રસ્તાનના દરવાજા સુધી ફેલાયેલી, ઉભરાતી ગટરની ગંદકીને કારણે મરહુમના જનાજામાં સામેલ લોકોને અસહ્ય ગંદકીમાંથી પસાર થવું પડતું હોવાથી મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે. મોરબી સ્થિત સુન્ની મુસ્લિમ સમાજના કબ્રસ્તાન વાળી શેરીમાં ઉભરાતી ગટરના દુર્ગંધયુક્ત પાણી ફરી વળ્યાં છે. પાછલા ઘણા મહિનાઓથી વારંવાર આ સમસ્યાને કારણે મુસ્લિમ સમાજમાં કચવાટની લાગણી ફેલાવવાની સાથે હવે આક્રોશ ફેલાઈ રહ્યો છે. મુસ્લિમ સમાજમાં કબ્રસ્તાનને પાક જગ્યા માનવામાં આવે છે. જ્યાં મરહુમની દફનવિધિ કરવામાં આવે છે. દફનવિધિ પહેલા નમાજે જનાજા અદા કરવાની હોય જનાજામાં સામેલ થયેલા દરેક બિરાદરોએ પાક-સાફ રહેવું જરૂરી હોય છે. આ માટે મોટાભાગના મુસ્લિમ બિરાદરો જનાજામાં સામેલ થતા પહેલા ઘેરથી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને જ આવતા હોય છે. ત્યારે કબ્રસ્તાનમાં પ્રવેશવા માટેના રસ્તા પર દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હોવાને કારણે અહીં મુસ્લિમ સમાજના મઝહબને ઠેસ પહોંચે છે તેવો ઉકળાટ વ્યક્ત થઈ રહ્યો છે. દફનવિધિ બાદ જિયારત, દસમું, ચાલીસમું અને ચાલીસ દિવસ દરમ્યાન દર ગુરુવારે મરહુમના સ્વજનો કબ્રસ્તાનમાં આવે છે ત્યારે દર વખતે તેઓને આવી ગંદકીમાંથી પસાર થવું પડતું હોવાથી પાક-સાફ રહી શકાતું નથી. આથી તેઓની ધાર્મિક લાગણી દુભાય છે.

- text

આ અંગેનો એક જનાજાનો વિડિઓ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં મુસ્લિમ સમાજના મોરબીના કહેવાતા સામાજિક રાજકીય અગ્રણીઓ પર આક્ષેપ કરાયો છે કે મુસ્લિમ સમાજના આગેવાનો ચૂંટણી સમયે જ દેખા દયે છે, ત્યારે આવી સમસ્યાઓ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા કોઈ આગળ કેમ નથી આવી રહ્યું, તેવો સણસણતો સવાલ એ વાયરલ વિડીઓમાં પૂછવામાં આવી રહ્યો છે.  


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text