મોરબી જિલ્લા પંચાયત પ્રમુખના ઘરની ઝડતી લેતી એસીબી, ધરપકડ માટે શોધખોળ

- text


મોરબી : મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સામે રૂ. 3 લાખની લાંચ માંગવાનો ગુનો નોંધાયો છે. જેના પગલે એસીબીની ટીમે તેમના ઘરની ઝડતી લીધી હતી. પરંતુ તેઓ ઘરેથી મળી આવ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ પ્રેમજીભાઇ ચીખલીયા જ્યારે કારોબારી સમિતિના ચેરમેન હતા ત્યારે વર્ષ 2017મા તેઓએ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે પથ્થરો કાઢવા માટેની જમીન બિનખેતી કરાવવા ત્રણ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી તેવી ફરિયાદ એસીબીમા ગઈકાલે નોંધાઇ છે. આ અંગે તપાસનીશ અધિકારી એસીબી પીઆઈ એમ.બી.જાનીએ જણાવ્યું કે આરોપીને પકડવા માટે તેના ઘરની ઝડતી લેવામાં આવી હતી જો કે, આરોપી ઘરેથી મળી આવ્યા નથી માટે તેને પકડવા હાલ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- text