મોરબી સ્વચ્છતા અભિયાનમાં આ રવિવારે ડિઝાઇન, પ્રિન્ટર અને પબ્લિસિટી ક્ષેત્રે જોડાયેલા લોકો જોડાશે

- text


મોરબી સ્વચ્છતા અભિયાનને મળી રહેલો જબરો પ્રતિસાદ

મોરબી : મોરબીને સ્વચ્છતા સુંદર બનાવવા માટે સ્વચ્છતા અભિયાન સમિતિ સઘન પ્રયાસો કરી રહી છે અને દર રવિવારે ચાલતા સ્વચ્છતા અભિયાન સમિતિના સફાઈ અભિયાનમાં સ્વંયભુ રીતે વિવિધ ક્ષેત્રેના લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે સ્વચ્છતા અભિયાન સમિતિના સફાઈ અભિયાનથી પ્રેરાઈને ડિઝાઇન, પ્રિન્ટર અને પબ્લિસિટી ક્ષેત્રે જોડાયેલા લોકોએ પણ મોરબીને સ્વચ્છ બનાવવા ઝાડુ ઉઠાવવાનો નીર્ધાર કર્યો છે. અને આ રવિવારે તેઓ સફાઈ અભિયાનમાં જોડાશે. મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ છેલ્લા 5 મહિનાથી દર રવિવારે અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કરીને મોરબીને સ્વચ્છ તથા સુંદર બનવાનું કાર્ય કરે છે. તે જ રીતે આ વખતે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા શનાળા રોડ અને રવાપર રોડને જોડતો નવા બસ સ્ટેન્ડ સામે સફાઈ કરવામાં આવશે અને સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવશે. સ્વચ્છતા કાર્યક્રમ તા.22 સપ્ટેબરને રવિવારે સવારે 6.30 થી 8.30 દરમિયાન રાખવામાં આવ્યો છે. આ રવિવારે સ્વચ્છતા અભિયાનમાં મોરબીમાં ગ્રાફિક ડિઝાઈનરો, ઓફસેટ પ્રિન્ટરો, ટાઇલ્સ ડિઝાઈનરો તેમજ પબ્લિસિટી એસોસિએશન જોડાશે અને મોરબી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સફાઈ કરશે. જે ડિઝાઈનરો, પ્રિન્ટરો તેમજ પબ્લિસિટી વાળા આ રવિવારે સફાઈ અભિયાનમાં જોડાવા માંગતા તેઓ આ રવિવાર સવારે 6.30 વાગે નવા બસ સ્ટેન્ડની સામે આવી અને જોડાઇ શકે છે તેવું સ્વચ્છતા અભિયાન સમિતિએ જણાવ્યું છે.

- text