મોરબી : મહિલા કોલેજની છાત્રાઓએ પારલેજી અને અંદાણી પોર્ટની મુલાકાત લીધી

- text


કોલેજ દ્વારા ઔદ્યોગિક મુલાકાતના આયોજન અંતર્ગત વિદ્યાર્થીઓએ મુન્દ્રા (કચ્છ) સ્થિત અદાણી પોર્ટની તથા ભુજ સ્થિત પારલે-જી પ્રાઇવેટ લિમીટેડની મુલાકાત લીધી

મોરબી : મોરબીની Smt. R. O. Patel Women’s College દ્રારા ઓધોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં T. Y. B. Com.માં અભ્યાસ કરતી વિધાર્થિનીઓએ મુન્દ્રા (કચ્છ) સ્થિત અદાણી પોર્ટ (સ્પેશીયલ ઈકોનોમીક ઝોન)ની તથા ભુજ સ્થિત પારલે – જી પ્રાઇવેટ લિમીટેડની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ ઓધોગિક મુલાકાતમાં પોર્ટ પર થતી દરિયાઈ વાણિજ્યક અને બિનવાણિજ્યક પ્રવૃત્તીઓ જેવી કે જહાજને લાંગરવા માટેની જેટ્ટી (દરીયાઈ પુલ), જહાજમાં માલસામાન ભરવા અને ખાલી કરવા માટેની અધત્તન અને વિશાળકાય ક્રેઈનો, જહાજનાં સ્વાગત અને લાંગરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું વિશિષ્ટ પ્રકારનું નાનું જહાજ એટલે કે ટગ, ખુલ્લા અને બંધબોડીના વિશાળકાય ગોડાઉનો વિશેની બારીકાઈપુર્વક માહિતી પોર્ટ મેનેજર દ્રારા પુરી પાડવામાં આવી હતી અને આવી અનેરી માહિતી મેળવતાની સાથે જ વિધાર્થિનીઓ આશ્ચર્યચકિત્ત થઈ ગઈ હતી.
તદુપરાંત, પારલે – જી કંપનીમાં થતી વિવિધ કંપનીલક્ષી પ્રવૃતીઓ જેવી કે સંચાલનમાં ઉપયોગમાં આવતી 5’S ની પધ્ધતિ અને કંપનીની ઉત્પાદન પક્રિયામાં સ્વચ્છત્તા વિષેની સચોટ અને ઝિણવટભરી માહિતી મેળવી પુરી પાડવામાં આવી હતી. ત્યારબાદ બિસ્કિટ બનાવવા માટે કાચા માલસામાનનું મિશ્રણ, પરિક્ષણ, મોલ્ડીંગ (ઘાટ), બેકિંગ (ઓવેન), કુલીંગ, પેકિંગ વગેરે માહિતી પુરી પાડવામાં આવી હતી અને સાથોસાથ બધા વિધાર્થિનીઓને બિસ્કીટના પેકેટ આપવામાં આવ્યા હતા.

મુલાકાતના અંતમાં ભુજ તાલુકાના ભૂજોડી ગામમાં આવેલ વંદેમાતરમ્ મેમોરિયલ (હીરાલક્ષ્મી ક્રાફટમાર્કેટ)ની પણ મુલાકાત લઇ કચ્છની ભાતીગળ સંસ્કૃતિ, કચ્છી ભરતકામ, કચ્છી વસ્ત્રપરિધાન જેવી લોકકલા નિહાળી હતી.

- text

આ ઔધોગિક મુલાકાતના સુંદર આયોજન માટે મહાવિધાલયના વિભાગાધ્યક્ષ મયુરભાઈ હાલપરા તથા સહઅધ્યાપક મિત્રો ચંદ્રેશભાઈ પરમાર, સીમાબેન દેકાવડીયા, નીશાબેન ચાવડા, હીતેષભાઈ શેરસીયા, કેતનભાઈ બકરાણિયાએ ભારે જહેમત ઉઠાવી ઇન્ડસ્ટ્રીયલ વીઝીટને આનંદદાયક બનાવી હતી.

- text