મોરબીના ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા પદયાત્રિકો માટે મોબાઇલ સેવા કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા આગામી તારીખ 21 સપ્ટેમ્બરથી પાંચ દિવસ માટે હરતો ફરતો મોબાઈલ કેમ્પ શરૂ કરવામાં આવશે. મોરબીથી આશાપુરા માતાના મઢ સુધી આ મોબાઇલ કેમ્પ ફરતો રહેશે અને પદયાત્રિકોની જરૂરિયાત પૂર્ણ કરશે. જેમાં લીંબુ શરબત, ચા કોફી, દવા તથા માલીશ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

- text

આ કેમ્પ નું પ્રસ્થાન તારીખ 21 સપ્ટેમ્બરના રોજ મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાંથી બપોરે 1-30 વાગ્યે કરવામાં આવશે. આ કેમ્પમાં સહયોગી દાતા સોનલબેન જોષી છે. કેમ્પને સફળ બનાવવા માટે ક્લબના પ્રમુખ ભાવેશભાઈ દોશી, સેક્રેટરી હર્ષદભાઈ ગામી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, પ્રોજેક્ટ ચેરમેન અશોકભાઈ જોશી તેમજ જયદીપસિંહ રાઠોડ, ધીરુભાઈ સુરેલીયા સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ છે.

- text