પ્રિન્સ મર્ડર કેસમાં સાચું કારણ બહાર લાવવા આરોપીનું નાર્કો ટેસ્ટ અને લાઈવ ડિટેક્શન કરાશે

- text


5 વર્ષના બાળક દ્વારા તેમની પુત્રી સાથે શારીરિક ચેષ્ટા કરવામાં આવ્યા હોવાનું કારણ ગળે ન ઉતરે એવું : આરોપી 3 દિવસના રિમાન્ડ પર

મોરબી : વાંકાનેરના પ્રિન્સ મર્ડર કેસમાં આરોપી એવું કારણ આપ્યું છે કે પાંચ વર્ષના મૃતક બાળકે તેમની પુત્રી સાથે શારીરિક ચેષ્ટા કર્યા હતા. જો કે આ કારણ ગળે ઉતરે તેવું ન હોય પોલીસે આરોપીને 3 દિવસના રિમાન્ડ ઉપર લીધો છે. અને આ દરમિયાન આરોપીનું નાર્કો ટેસ્ટ તેમજ લાઈવ ડિટેક્શન કરવાની પણ તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના ઠીકરિયાળી ગામ પાસે આવેલ પ્રસિદ્ધ દેવાબાપાની જગ્યા પાસેથી પ્રિન્સ પ્રવીણભાઈ નાકીયા ઉ.વ.5નું ગત તા. 27 ઓગસ્ટના રોજ અપહરણ થયું હોવાનો બનાવ સામે આવ્યો હતો. બાદમા તા. 31 ઓગસ્ટના રોજ ગુમ થયેલા બાળકનો મંદિરના પાછળના ભાગે આવેલ વાડીના કુવામાંથી મૃતદેહ પથ્થર સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ સમગ્ર કેસનો એલસીબીએ ભેદ ઉકેલી આરોપી રસિક છેલુભાઈ નાકીયા ઉ.વ. 34ની ધરપકડ કરી હતી.

- text

આ આરોપી મૃતક પ્રિન્સના કૌટુંબિક કાકા જ થાય છે. આરોપીએ હત્યાનો ગુનો તો કબૂલી લીધો પરંતુ તેને હત્યાનું કારણ એવું આપ્યું હતું કે મૃતક પ્રિન્સને તેની પુત્રી સાથે શારીરિક ચેષ્ટા કરતા જોઈ લીધો હતો. જેથી તેની હત્યા નિપજાવી હતી. જો કે આ કારણ પોલીસને પણ ગળે ઉતર્યું ન હોય આરોપીને 7 દિવસની રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ આરોપીના 3 દિવસના જામીન મંજુર કરી આપ્યા છે.

આ કેસના તપાસનીશ અધિકારી સીપીઆઈ વી.ડી. બ્રહ્મભટ્ટે જણાવ્યું કે આરોપીએ અગાઉ જે કારણ આપ્યું તેનું જ રટણ કરી રહ્યો છે. પરંતુ આ કારણ ગળે ઉત્તરે તેવું નથી. માટે આરોપીનો નાર્કો ટેસ્ટ તેમજ લાઈવ ડિટેક્શન કરવામાં આવશે. આ ઉપરાંત રિમાન્ડ દરમીયાન પૂછતાછ પણ કરાશે કે આ ગુનાને અંજામ આપવા માટે કોઈનો સહયોગ મળ્યો હતો કે નહીં. કોઈએ દૂષપ્રેરણા આપી હતી કે નહીં.

- text