મોરબીમાં ગીરીબાપુના વ્યાસપીઠ સ્થાને શિવકથાનું આયોજન

- text


મોરબી : મોરબીમાં સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે તથા જીવમાત્રના કલ્યાણ અર્થે છગનભાઈ ડાભી તથા ડાભી પરિવાર દ્વારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યુ છે. કથા સર્જનમ ફાર્મ, કેનાલ રોડ ખાતે રાખવામાં આવી છે. તેનો સમય આગામી તા. 16 નવેમ્બરથી 24 નવેમ્બર સવારે 9થી 12-30નો રહેશે.

- text

ભક્તોને શિવ મહાપુરાણનું રસપાન વ્યાસપીઠ પરથી ગીરીબાપુ દ્વારા કરવામાં આવશે. શિવકથા પોથીયાત્રા તા. 16 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે બોરિયા પાટી રામજી મંદિરથી કથા સ્થળ શિવ મહા સ્થાન સુધી નીકાળવામાં આવશે. ત્યારબાદ નકળંક મંદિર, બગથળાના દામજી ભગત તથા સંસ્કારધામના પ્રેમસ્વામી દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવશે. શિવકથા દરમિયાન સતી પ્રાગટ્ય, શિવ વિવાહ સહિતના શિવકથાના પાવન પ્રસંગોનું ભક્તિભાવપર્વક રસપાન કરાવવામાં આવશે. રોજ રાત્રે સંતવાણી ભજન તથા હાસ્ય કલાકારોમાં કાર્યક્રમ માણી શકશે. આ ઉપરાંત, શિવભક્તો દરરોજ બપોરે કથાના અંત પછી મહાપ્રસાદનો લાભ લઈ શકશે. આ શિવકથાના આયોજનનો લાભ લેવા માટે સર્વે ભક્તજનોને ડાભી પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text