સર્વોપરી શાળામાં તસ્કરોનો હાથફેરો : જુઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ચોરી

- text


મોરબી : મોરબી પંથકમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળે છે. કોઈ પણ દુકાન, મકાન, ફેકટરી, કેબિન કે પછી ધાર્મિક સ્થાન હોય, તસ્કરો નીયમીત રીતે ત્રાટકતા હોય છે. ત્યારે ગત રાત્રીના મોરબીના નવા સાદુળકા નજીક આવેલી શાળાને નિશાન બનાવી તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી છે. સ્કૂલમાં લાગેલા સી.સી.ટીવી કેમેરામાં ત્રણ શખ્શો કેદ થયા છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.

- text

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવા સાદુળકા પાસે આવેલ સર્વોપરી શાળામાં ગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા. શાળામાં લાગેલા કેમેરામાં એ ત્રણ શખ્શો કેદ થયા છે. જે પૈકીના બે શખ્શો ઓફીસ સુધી પહોંચ્યા હતા અને ઓફીસ અંદર ચોરી કરવા આવેલા શખ્શે શર્ટ પહેર્યો ના હોય અને મોઢા પર રૂમાલ બાંધેલો જોવા મળ્યો હતો. જ્યારે અન્ય શખ્સે ઓફીસ બહાર ચોકીદારી કરી હતી. શાળાની ઓફિસમા ઘુસેલા શખ્સે ટેબલના દસ જેટલા ખાનાના લોક તોડીને ખાના ફંફોસીને અંદાજે રૂપિયા10 હજાર જેવી રોકડ રકમની ચોરી કરી હોવાની માહિતી મળી રહી છે. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. પટેલ સાહેબે આજે સવારે બનાવના સ્થળની મુલાકાત લઈ સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોનાં સગડ મેળવવા ફિંગરપ્રિન્ટ સહિતના નમૂના લઈ તપાસ શરૂ કરી છે. જોકે હજુ વિધિવત ફરિયાદ દાખલ ન થઈ હોવાનું શાળા સંચાલક દિલીપભાઈ સાથેની ટેલિફોનિક વાતચીતમાં મોરબી અપડેટને જાણવા મળ્યું છે.

- text