મકનસર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની વરણી કરાઈ

- text


મોરબી : મોરબીના મકનસર ગ્રામ પંચાયત ખાતે ભૂતપૂર્વ ઉપસરપંચના કાર્યકાળના અઢી વર્ષ પુરા થતા તેઓએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ગઇકાલે ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી. જેમાં ઉપસરપંચ તરીકે અમૃતભાઇ નારણીયા(પ્રજાપતિ)ની વરણી કરવામાં આવી હતી. વરણી દરમિયાન ગામના લોકો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમૃતભાઇ નારણીયાની ઉપસરપંચ તરીકે વરણી થતાં ગ્રામજનો તથા સગાસંબંધીઓએ શુભેચ્છા પાઠવી હતી.

- text