વાંકાનેર : દુકાન પાસે દારૂ પીને તોફાન કરવાની ના પાડતા દુકાનદાર પર હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરના મોટા ભોજપરા વિસ્તારમાં આવેલી દુકાન પાસે દારૂ પીને તોફાન કરવાની ના પડતા ઉશ્કેયાયેલા દારૂડિયા શખ્સે દુકાનદાર પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના મોટા ભોજપરા વિસ્તારમાં રહેતા યુનુસભાઈ હશનભાઈ શેરસિયા ઉ.વ.52 નામના આધેડ ગતતા.8ના રોજ મોટા ભોજપરાના બોર્ડ પાસે લુણસર રોડ પર આવેલી તેમની દુકાને હતા. તે સમયે આરોપી ભુદો મારાજ સરણીયા નામનો શખ્સ દારૂ પીને તેમની દુકાન સામે તોફાન કરતો હોય દુકાનદારે તેને તોફાન ન કરવા બાબતે ઠપકો આપ્યો હતો. તેથી, ઉશ્કેરાયેલા આરોપીએ દુકાનદારને ગાળો આપી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે દુકાનદારે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપી સામે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text