મોરબીમાં મલ્ટીપ્લેક્સ, મોલમાં ગેરકાયદે પાર્કિંગ ચાર્જ અને MRPથી વધુ પૈસા લેતા હોવાની કલેક્ટરને ફરિયાદ

- text


મોરબીમાં મલ્ટીપ્લેક્સ, મોલમાં ગેરકાયદે પાર્કિંગ ચાર્જ અને MRPથી વધુ પૈસા લેતા હોવાની કલેક્ટરને ફરિયાદ

મોરબી : મોરબી શહેરમાં મલ્ટીપ્લેક્ક્ષ તેમજ સિંગલ સ્ક્રીન સિનેમા ગૃહમાં તેમજ શોપિંગ મોલમાં કાયદા વિરુદ્ધ MRP કરતા વધુ ભાવ વસુલાઈ રહ્યા છે. છડેચોક કાયદાનું ઉલ્લંધન થઈ રહ્યું છે અને નાગરિકો લૂંટાઈ રહ્યાં છે. આ ઉપરાંત કાયદાની જોગવાઈ વિરુદ્ધ પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવતો હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાની રાવ ઉઠી રહી છે. આ બાબતે મોરબીના જાગૃત યુવાને કલેક્ટરને લેખીતમાં ફરિયાદ કરી છે.ભારતમાં દરેક ચીજ વસ્તુઓ પર એમ.આર.પી. લખવાનો દરેક દેશ જેવો કાયદો અમલમાં છે, પરંતુ વિશ્વના અન્ય દેશોની માફક તેનું ચુસ્તપણે પાલન થતું નથી. વિશ્વમાં દરેક દેશોમાં છાપેલી એમ.આર.પી. કરતા વધુ ભાવ લેવામા આવે તો માલ વેચનારને આકરી સજા કરાય છે. ભારતમાં પણ સજાની અને દંડની બંને જોગવાઈ હોવા છતાં તંત્રની મિલીભગતથી આ કાયદાનું સખ્ત રીતે પાલન થતું ન હોવાથી નાગરિકોનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે.

- text

મોરબી શહેરમાં આવેલા શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્ષમાં ખાવા-પીવાની ચીજ વસ્તુ પર છાપેલી એમ.આર.પી. એટલેકે મેક્સિમમ રિટેઇલ પ્રાઈઝ કરતા વધુ ભાવ વસુલવામાં આવતો હોવા છતાં તેમજ આ લૂંટ ખુલ્લેઆમ થતી હોવા છતાં તંત્ર કશા પગલાં ભરતું ન હોવાથી એક તરફ નાગરિકો લૂંટાઈ રહ્યા છે તો બીજી તરફ તંત્ર સામે શંકાની સોઈ તાકવામાં આવી રહી છે. અમુક મલ્ટીપ્લેક્ષમાં દર્શકો ઘેરથી લાવેલો સૂકો નાસ્તો તેમજ પાણીની બોટલ લઈ જવા દેવામાં આવતી ન હોવાથી ન છૂટકે દર્શકોએ સીનેગૃહોમાં દોઢા કે બમણા ભાવે નાસ્તો-પાણી ખરીદવા પડી રહ્યા છે. બીજી તરફ સીનેગૃહોએ દર્શકો માટે નિઃશુલ્ક પાર્કિગ પૂરું પાડવું ફરજીયાત હોવા છતાં વાહનો પ્રમાણે 30થી 50 રૂપિયા પાર્કિંગ ચાર્જ જબરદસ્તીથી વસુલવામાં આવે છે. તંત્ર આ બાબતથી અજાણ હોય એવું માનવાને કોઈ કારણ નથી ત્યારે લોકોમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે ક્યાંક આ બાબતે તંત્રની મીલીભગત હોય શકે છે.પાર્કિંગ બાબતે તેમજ વધુ વસુલાતા ભાવ બાબતે તંત્ર કયારેય ચેકીંગ કરતું હોય એવું કદી ધ્યાનમાં આવ્યું નથી. તેથી, નાગરિકોની આ શંકામાં તથ્ય હોય એવું ચોક્કસ કહી શકાય. આ બાબતે એક જાગૃત નાગરિક રાહુલભાઈ બાલજીભાઈ દેત્રોજાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત જાણ કરી વહીવટી તંત્ર દ્વારા થતા ‘વહીવટ’ અંગે તટસ્થ તપાસ કરવાની જાણ કરતી અરજી કરી છે ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર આ બાબતે કેવા પગલાં ભરે છે.

- text