મોરબીમાં રવાપર, અવની ચોકડી સહિત ઠેર ઠેર ટ્રાફિકજામ

- text


મોરબીમાં ગંભીર બનતી ટ્રાફિક સમસ્યાથી લોકો અને તંત્ર પરેશાન : કેનાલ રોડ ઉપર દિવસ દરમિયાન ભારે વાહનોની પ્રવેશબંધી જરૂરી

મોરબી : મોરબીમાં ટ્રાફિક પ્રશ્ન અત્યંત વિકટ બની રહ્યો છે. સાંકડા રસ્તા અને કારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો તેમજ રસ્તા પરના દબાણોના કારણે ટ્રાફિક મોરબીની મુખ્ય ગંભીર સમસ્યા બની ગઈ છે. શહેરના મોટાભાગના તમામ મુખ્ય માર્ગો પર દિવસ પર સવાર બપોર અને સાંજે ભયંકર ટ્રાફિક જામ સર્જાય છે. જેમાં રવાપર કેનાલ ચોકડી, અવનીચોકડી, કેનાલ રોડ, ઉમિયા સર્કલ, શનાળા રોડ તેમજ પરબજાર સહિતના વિસ્તારો ઉપર હંમેશા ટ્રાફિક જામ રહે છે. મોરબીમાં આજે પણ ખાસ કરીને પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડના બાપા સીતારામ ચોક, નરસંગ મંદિર, રવાપર કેનાલ ચોકડી અને અવની ચોકડી તેમજ કેનાલ રોડ, ઉમિયા સર્કલ,શનાળા રોડ પર સવારમાં ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે આ જગ્યા પર ખાસ કરીને સવાર અને બપોરે સ્કૂલ છૂટવાના સમય તેમજ સાંજે દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે મોરબીમાં રોજિંદી બની ગયેલી આ ગંભીર ટ્રાફિક સમસ્યા બાબતે તંત્ર અને પોલીસ યોગ્ય પગલાં ભારે તેવી લોક માંગ પ્રબળ બની રહી છે. તેમજ મોરબીના રવાપર, અવની ચોકડી, ઉમિયા સર્કલ અને કેનાલ રોડના ટ્રાફિકની સમસ્યાના હાલ માટે તાકીદે આ રોડ પર દિવસ દરમિયાન સવારે 6 થી રાત્રીના 11 વાગ્યા સુધી ભારે વાહનોની પ્રવેશબંધી લાદવાની અત્યંત જરૂરી છે. ત્યારે આ મુદ્દે મોરબીના રાજીકીય આગેવાનો પણ આગળ આવી યોગ્ય રજૂઆત કરે તે જરૂરી છે.

- text