મોરબીની શાળામાં પોલીસની હાજરીમાં યોજાઈ વિશેષ ચૂંટણી

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ હર હંમેશ વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ નવું શીખતા રહે તે હેતુથી અલગ અલગ પ્રવૃતિઓનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આગામી 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન આવી રહ્યો છે. તે અંતર્ગત શિક્ષકદિનની ઉજવણી માટે પ્રિન્સિપાલ બનાવવા માટે ધોરણ – 5 થી 8 અને ધોરણ 9 થી 12 એમ બે વિભાગમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણીના ઉમેદવારોનો ઉત્સાહ વધારવા માટે મોરબીના પી.એસ.આઈ. વિશાખાબેન ગોંડલીયા તથા ફાલ્ગુનભાઈ પટેલ અને તેમની ટીમે હાજરી આપી રીબીન કટિંગ દ્વારા આ ચૂંટણી પ્રક્રિયાનું ઉદ્ઘાટન કર્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં મત આપવા માટે આઈકાર્ડ ફરજીયાત હતું. જે વિદ્યાર્થીઓ પાસે આઈકાર્ડ ન હોય તેમને મત દેવાનો અધિકાર આપવામાં આવ્યો ન હતો. આ સાથે બોગસ મતદાનને અટકાવવા માટે આંગળી પાર શાહીનું નિશાન પણ કરવામાં આવ્યું હતું. આ તમામ નિયમોની વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. આ સાથે આ ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં ચૂંટણી પંચ તરીકે મોરબી યુવા ભાજપના નેતાઓએ કામગીરી કરી હતી. જેમાં રાકેશભાઈ કાવર, આનંદભાઈ પટેલ સહિતના યુવા નેતાઓએ આ ચૂંટણીમાં હાજરી આપી હતી. આ સાથે મોરબી બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ પણ પોતાની ડ્યુટી નિભાવી હતી. આ સમગ્ર ચૂંટણી કાર્યક્રમને સફળ બનાવનાર તમામ નેતાઓ તથા શિક્ષકગણનો ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેષભાઈ સોરીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text