મોરબીના રણછોડ નગરમાં ગટરના પાણી ઘરોમાં ઘુસ્યા

- text


અનેક રજુઆત છતાં તંત્ર ધ્યાન ન દેતા આજે થોડા વરસાદમાં પણ સ્થાનિકો કફોડી હાલતમાં મુકાયા

મોરબી : મોરબીના રણછોડ નગર વિસ્તાર આજે બપોરે સામાન્ય વરસાદ પડ્યા ગટરના પાણી ઉભરાતા ઘરોમાં ગંદા પાણી ઘુસી ગયા હતા. જોકે અગાઉ અનેક રજુઆત કરવા છતાં નિભર તંત્રએ ધ્યાન ન આપતા આજે સ્થાનુંક લોકો મુશ્કેલી મુકાય ગયા હતા. મોરબીમાં આજે બપોરના સમયે ઉપરા ઉપરી બે મોટા વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ સામાન્ય વરસાદમાં ઠેરઠેર પાણી ભરાતા તંત્રની ફરી એકવાર પોલ છતી થઈ ગઈ હતી.જ્યારે મોરબીના રણછોડ નગરમાં આજે સામાન્ય વરસાદ પડતાં આ પાણીની નિકાલ ન હોવાથી બેવડા જોશથી ગટરના પાણી ઉભરાયા હતા અને ગટરના ઉભરાયેલા પાણી અહીંના લોકોના ઘરોમાં ઘુસી ગયા હતા. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે સ્થાનિકોએ એનેક વખત રજુઆત કરી હતી.પણ તંત્રએ કાને ન ધરતા આજે સ્થાનિક લોકો કફોડી હાલતમાં મુકાય ગયા હતા.

- text