મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવનિયુક હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો

- text


કાર્યક્રમમાં વધુને વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણતા થાય તે માટે નિષ્ઠાપૂર્વકના સહિયારા પ્રયાસો કરવા પર ભાર મુકાયો

મોરબી : જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવ નિયુકત પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા અને મહામંત્રીશ્રી દિનેશભાઈ હુંબલનો સત્કાર સમારોહ સરવડ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુર એસ.પારેખ, અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયાના અધ્યક્ષ સ્થાને, સમગ્ર માળીયા તાલુકાના શિક્ષકો ભાઈઓ બહેનો તેમજ મોરબી જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘના મહાસમિતિના સભ્યો અને તમામ તાલુકાના ટીપીઈઓ તેમજ સમગ્ર જિલ્લાના પ્રતિષ્ઠિત શિક્ષકોની ઉપસ્થિતમાં માળીયા તાલુકાના તાલુકા શાળા વાઈઝ વિવિધ સ્મૃતિ ચિહ્નનો દ્વારા સન્માન કર્યું હતું.

આ પસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક કામગીરી કરવી અને ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વાલીઓ, વિદ્યાર્થીઓનો જે પ્રવાહ વળ્યો છે એ આવતા દિવસોમાં વધુ ને વધુ તેજ બને,વધારેને વધારે વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળામાં દાખલ થાય એવા સૌએ સહિયારા પ્રયત્નો કરવાનો ભાર મુકાયો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માળીયા તાલુકાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો અને માળીયા તાલુકા ઘટક સંઘના હોદ્દેદારોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

- text

સત્કાર સમારંભ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મહાસમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાની જુદી જુદી તાલુકા શાળા વાઈઝ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં અત્યાર સુધી જિલ્લા સંઘ દ્વારા થયેલ કાર્યવાહી ની ચર્ચા કરવામાં આવી હતી અને જિલ્લાના પડતર પ્રશ્નો જેવાકે દશ વર્ષના બોન્ડ સમાપ્ત કરવા,શિક્ષકોને મળતા 9,20 અને 31 વર્ષના ઉ.પ.ધો. ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવી,નવ રચિત મોરબી જિલ્લામાં જી.પી.એફ.એકાઉન્ટ ઝડપથી ખોલવા, જિલ્લાની માત્ર 10 દશ જ શાળાઓમાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ આપેલ છે એ દૂર કરવી, વિદ્યાસહાયકોના એસ.પી.એલ.ના પ્રશ્નો, રાજ્ય સરકાર તરફથી માત્ર ને માત્ર શિક્ષકોને જ “કાઈઝાલા” ઓનલાઈન હાજરી એપ ડાઉનલોડ કરવાની ફરજ પડાઈ રહી છે એનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો, બી.એલ.ઓ.ને ઘરે ઘરે જઈ દરેક મતદારોના જે તે બી.એલ.ઓ. ના પોતાના મોબાઈલ થી પોતાનું જ નેટ વાપરી ફોટા પડવાની,જરૂરી ડોક્યુમેન્ટના ફોટા પાડી ઓનલાઇન અપલોડ કરવાની જટીલ કામગીરી સોંપવામાં આવેલ છે તેનો વિરોધ એકી અવાજે કરવામાં આવ્યો, સાતમા પગારપંચ મુજબ કેન્દ્રના ધોરણે ઘરભાડું આપવું વગેરે માંગણીઓ પડતર પ્રશ્નોની ચર્ચા કરી રાજ્ય સંઘની સંકલન બેઠકમાં ધારદાર રીતે રજૂ કરવાનો સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ પત્ર લખી જિલ્લા સંઘના બંધારણમાં સુધારા કરવા જણાવ્યું છે એ બાબતે ચર્ચા કરવામાં આવી અંતમાં દરેક તાલુકામાંથી જિલ્લા પ્રતિનિધિની યાદી આવી જતા જિલ્લા સંઘની કારોબારીની રચના ઘનશ્યામભાઈ દેથરીયા પ્રમુખ અને દિનેશભાઈ હુંબલ મહામંત્રી દ્વારા જાહેર કરવામાં આવી હતી.

- text