મોરબી : માછીમારીના કાંટામાં ફસાયેલા કાચબાનો યુવાનની સતર્કતાથી બચાવ

- text


યુવાનની જાગૃતતાથી એનિમલ હેલ્પલાઇન ટીમે રેસ્ક્યુ કરીને કાચબાને બચાવી લીધો

મોરબી : મોરબીના સામાકાંઠાને જોડતા બેઠપુલ નીચે પસાર થતી મચ્છુ નદીના પાણીના પ્રવાહમાં માછીમારી કરતી વખતે કાંટામાં એક કાચબો ફસાય ગયો હતો.આથી કાચબાનો જીવ જોખમમાં મુકાયો હોવાનું ધ્યાન આવતા એક યુવાને એનિમલ હેલ્પલાઇનને જાણ કરી હતી.બાદમાં એનિમલ હેલ્પલાઈનની ટીમે રેસ્ક્યુ કરીને કાચબાને બચાવી લીધો હતો.

- text

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ પ્રજાપત ટાઇલ્સ કારખાના પાસે રહેતા દિવ્યેશ ધૂમલિયા નામના યુવાને આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, તે ગઈકાલે સાંજે બાઇક પર બેઠપુલ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે નાના-નાના ટાબરીયાઓ બેઠપુલ નીચે વહેતી મચ્છુ નદીના પાણીમાં કાંટો લઈને માછીમારી કરતા હતા.તે દરમ્યાન એક કાચબો માછીમારીના કાંટામાં બરોબરનો ફસાઈ ગયો હતો અને કાચબાનો જીવ જોખમમાં મુકાય ગયો હોવાનું ધ્યાને આવતા આ યુવાને સમય સુચકતા વાપરીને આ બનાવ અંગે એનિમલ હેલ્પલાઇનની ટીમને જાણ કરી હતી.આ બનાવની જાણ થતાં જ એનિમલ હેલ્પલાઇનની તાત્કાલિક બેઠપુલ પાસે દોડી ગઈ હતી અને મચ્છુ નદીમાં રેસ્ક્યુ કરી માછીમારીના કાંટામાં ફસાયેલા કાચબાને મુક્ત કરીને તેને સલામત રીતે નદીના પ્રવાહમાં છોડી મુક્યો હતો.આમ એક યુવાનની સતર્કતાથી કાચબાનો જીવ બચી ગયો હતો.

 

- text