વાંકાનેર : દુષ્કર્મની પીડિતાના પરિવાર પર હુમલો કરનાર છ શખ્સો ઝડપયા

- text


વાંકાનેર : વાંકાનેરમાં સગીરા પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાયા બાદ આ બનાવનો ખાર રાખીને આરોપીઓના મળતિયાના ટોળાએ પીડિતાના પરિવાર પર હુમલી કર્યો હતો.આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ વાંકાનેર પોલીસે હુમલો કરનાર છ આરોપીઓને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની સામાજિક કાર્યકર જીજ્ઞાબેન રાજેશકુમાર મેરએ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ચકાભાઈ વાટુકિયા, પ્રવીણભાઈ વાટુકિયા, ગોવિંદ સોલંકી, સામુબેન ડાભી, ભીખાલાલ મકવાણા તેમજ લાલાની માસીજી સાસુએ ગેરકાયદેસર મંડળી રચી અમો ઉપરોક્ત બનાવના સાહેદની સગીર વયની દીકરી સાથે થયેલા દુષ્કર્મ અંગેની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને સાથે આવેલ હોય જે આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તેમજ સાહેદ સાથે ઝઘડો કરી ફરિયાદીને તમો ફરિયાદ કેમ કરાવી? તમારે શું લેવાદેવા છે? તેમ કહી ઝપાઝપી કરી આરોપીઓએ કહેલ કે તમે ફરિયાદ કરવા આવેલ છો પરંતુ તમારે રહેવું હોય તેમ રહેજો તમને પતાવી દેવા છે તેમજ તમારી દીકરીને જેમ રાખવી હોય તેમ રાખજો તેને ઉપાડી જશું કે જાનથી મારી નાખીશું તેમ કહી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ વાંકાનેર પોલીસે હુમલો કરનાર આરોપી ભીખાભાઈ બચુભાઈ મકવાણા, ગોવિંદભાઈ નરશીભાઇ સોલંકી, વરસીંગભાઇ ઉર્ફે ચકાભાઇ વાટુકિયા, રેખાબેન નટુભાઈ કુમખાણીયા, સામુબેન ઘુસાભાઇ ડાભી અને પ્રવીણભાઈ વરસિંગભાઈ વાટુકિયાને ઝડપી લીધા હતા. આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પી.એસ.આઈ. પી.સી.મોલિયા ચલાવી રહ્યા છે.

- text

 

- text