મોરબીના ધૂળકોટ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા : એક ફરાર

- text


મોરબી : મોરબીના ધૂળકોટ ગામે જુગાર રમતા ચાર શખ્સોને તાલુકા પોલીસની ટીમે રૂ. 12 હજારની રોકડ સાથે ઝડપી પાડી પાડ્યા છે. જ્યારે એક શખ્સ નાશી છૂટતા તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ધૂળકોટ ગામે ચાલતા જુગાર ઉપર તાલુકા પોલીસની ટીમે દરોડો પાડીને અમરશીભાઈ તુલસીભાઈ ચોટલીયા, અમરશીભાઈ કેશવજીભાઈ રાઘવાણી, નરશીભાઈ લાલજીભાઈ સાપરિયા અને દિનેશભાઇ દામજીભાઈ રાઠોડને રૂ. 12,250ની રોકડ મળી કુલ રૂ. 35 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી જયંતીલાલ ઉર્ફે દિકુ દામજીભાઈ ચાવડા નાશી છુટતા તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે.

- text