મોરબી : રાજપર -કુંતાસી પાસે મંદિરમાં ચોરીનો પ્રયાસ

- text


મંદિરમાંથી દારૂની બોટલ મળી આવતા મહેફિલ માણ્યાની ચર્ચા : બાળકોનો નાસ્તો પણ ખાઈ ગયા : ગ્રામજનોમાં રોષ

મોરબી : મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામ નજીક આવેલ મંદિરમાં ગતરાત્રે તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવતા ગ્રામજનોમાં ભારોભાર રોષ ફેલાયો છે.સાથે સાથે મંદિરમાં રહેલો બાળકો માટેનો નાસ્તો પણ ઝાપટી ગયા હતા અને ખાલી દારૂની બોટલ મળી આવતા તસ્કરોએ દારૂની મહેફિલ માણી હોવાની ચર્ચા થઈ રહી છે.

- text

મોરબી પંથકમાં તસ્કરોએ ભારે ઉધામા મચાવ્યા છે.પોલીસને રીતસર પડકાર આપતા હોય તેમ ઉપરા છાપરી ચોરીના બનાવો બની રહ્યા છે.બે દિવસ પહેલા તસ્કરોએ લાતી પ્લોટમાં એક દુકાનને સળગાવી નખીને આંતક મચાવ્યો હોવાના બનાવની હજુ કળ વળી નથી, ત્યાંજ વધુ એક મંદિરમાં ચોરીના પ્રયાસ થયાનું બહાર આવ્યું છે આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મોરબી તાલુકાના રાજપર-કુંતાસી ગામે ઝીઝોડાને જોડતા કાચા માર્ગ પર આવેલ હનુમાનજી અને શંકર ભગવાનના મંદિરને ગતરાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.જેમાં તસ્કરોએ આ મંદિરના તાળા તોડ્યા હતા.પણ તેમાંથી કશું જ ગયું નથી.પણ બાળકો માટેનો નાસ્તો તસ્કરો ખાઈ ગયા હતા અને મંદિરમાંથી ખાલી દારૂની બોટલ મળી આવતા દારૂની મહેફિલ માણી હોવાની પણ ચર્ચા થઈ રહી છે.આ બનાવથી ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે.

- text