મોરબી સહિત ગુજરાત ભરની રાજપૂત સમાજની મહિલાઓ તલવાર રાસ કરીને ભૂચર મોરીના શહીદોને શ્રદ્ધાંજલી આપશે

- text


મોરબી સહિત ગુજરાત ભરની રાજપૂત સમાજની મહિલાઓ તલવાર રાસ કરીને ભૂચર મોરીના શહીદોને શ્રદ્ધાંજલી આપશે

23મી ઓગસ્ટે ગુજરાત ભરની 2 હજારથી વધુ મહિલાઓ એકીસાથે તલવાર રાસ રજૂ કરનાર હોવાથી ગિનિસ બુકમાં નોધાણી કારવાઈ : તલવાર રાસમાં ભાગ લેનાર મોરબીની 150 મહિલાઓને સઘન તાલીમ અપાઈ

મોરબી : ધ્રોલ પાસેના ભૂચર મોરી યુદ્ધનો સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતો ઇતિહાસ છે.ત્યારે આગામી 23મી ઓગસ્ટે ભૂચર મોરીના શહીદોની શહાદતને ગૌરવભેર ભાવ વંદના કરવા માટે મોરબી જિલ્લાની 150 સહિત ગુજરાત ભરની 2 હજારથી વધુ રાજપૂત સમાજની મહિલાઓ તલવાર રાસ રજૂ કરશે.આ તલવાર રાસમાં ભાગ લેનાર મોરબીની મહિલાઓને સઘન તાલીમ આપવામાં આવી છે અને તલવાર રાસની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવવામાં આવી છે.

જામનગરના ધ્રોલ પાસે આવેલ ભૂચર મોરીના યુદ્ધનું મેદાન આજે પણ શોર્યતા માટે ગૌરવવંતુ ગણાય છે.આ ભૂચર મોરીનું યુદ્ધ આજે પણ સમગ્ર ગુજરાત માટે ગોરવરૂપ છે. આશરે 400 વર્ષ પૂર્વે અકબર બાદશાહ અને જામ સતાજી વચ્ચે ભૂચર મોરી ખાતે યુદ્ધ ખેલાયું હતું.જેમાં 35 હજાર સૈનિકોએ શહાદત વહોરી હતી.આ શહીદોની શહાદતને આજે પણ ગુજરાત કોટી કોટી નમન કરે છે.ત્યારે આગામી 23 ઓગસ્ટના રોજ ભૂચર મોરી યુદ્ધના મેદાન ખાતે શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાત ભરની 2 હજારથી વધુ મહિલાઓ એકીસાથે સમૂહમાં તલવાર રાસ રજૂ કરીને શહીદોને શ્રદ્ધાંજલી આપવાની હોવાથી આ ગોરવરૂપ બાબતને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોમિનેટ કરવામાં આવી છે.

- text

તલવાર રાસમાં જામનગર,કચ્છ-ભુજ, જૂનાગઢ, મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, ભરૂચ સહિતના જિલ્લામાંથી રાજપૂત સમાજની મહિલાઓ ભાગ લેશે.જ્યારે ઇન્ટરનેશનલ ટ્રેનર જે.સી.જાડેજા જે જિલ્લામાંથી રાજપૂત સમાજની બહેનો તલવાર રાસમાં ભાગ લેવાની હોય ત્યાં રૂબરૂ જઈને તાલીમ આપે છે.ત્યારે મોરબી જિલ્લાની 150 મહિલાઓ પણ તલવાર રાસમાં ભાગ લેનાર હોવાથી તેઓ મોરબી આવીને તલવાર રાસની મહિલાઓને સઘન તાલીમ આપી રહ્યા છે.

- text