વાંકાનેર : મચ્છુ ડેમ-1માં પાણીની આવક વધી પ્રતિ કલાકે 8500 ક્યુસેકે પહોંચી

- text


સતત પાણીની ધીંગી આવકથી ડેમની બે ફૂટ સપાટી વધીને કુલ સપાટી 25 ફૂટે પહોંચી

વાંકાનેર : વાંકાનેરના ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ ડેમ -1માં પાણીની આવક સતત વધી રહી છે. હાલ મચ્છુ ડેમ-1માં પ્રતિ કલાકે 8500 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમની સપાટી વધુ એક ફૂટ વધી છે. અત્યાર સુધીમાં આ ડેમમાં કુલ બે ફૂટ નવું પાણી આવ્યું છે. એ સાથે જ આ ડેમની સપાટી 25 ફૂટે પહોંચી ગઈ છે. ચોટીલા અને કુવાડવા પંથકમાં ભારે વરસાદ થવાથી વાંકાનેરવાસીઓને મોટો ફાયદો થયો છે. જેમાં આ ઉપરવાસના ભારે વરસાદ થવાથી એ પાણી વાંકાનેરના મચ્છુ ડેમ-1 ડેમમાં ઠલવાઈ રહ્યું છે. આજ સવારથી મચ્છુ-1 ડેમમાં પ્રતિ કલાકે 5 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી. જેમાં હવે વધારો થતાં મચ્છુ -1ડેમમાં પ્રતિ કલાકે 8500 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. એ સાથે જ આ ડેમની સપાટી વધુ એક ફૂટ વધી છે. જોકે પહેલા ડેમમાં 23 ફૂટ પાણી હતું ત્યારે ઉપરવાસના વરસાદથી આ ડેમમાં અત્યાર સુધીમાં બે ફૂટ પાણી આવતા હાલ આ ડેમમાં પાણીની સપાટી 25 ફૂટે પહોંચી ગઈ છે. અને હજુ પાણીની સતત આવક ચાલુ હોવાથી ડેમમાં પાણીની સપાટી વધવાની સંભાવના છે.

- text

જ્યારે મચ્છુ-1 ડેમમાં માછીમારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે હાલ આ ડેમમાં મચ્છીના પ્રજનનનો સમય ચાલતો હોવાથી આ માછીમારીના પ્રીતબંધનું ઉલઘ્ઘન કરવામાં આવી રહ્યું છે. કેટલાક કોન્ટ્રકટરો દ્વારા આ ડેમમાં ગેરકાયદે માછીમારી બેરોકટોક રીતે કરવામાં આવી રહી છે. તેથી જવાબદાર તંત્ર આ નિયમની કડક અમલવારી કરાવે તેવી માંગ ઉઠી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text