મોરબી : લીલાપર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા દ્વારા કીટનું વિતરણ

- text


મોરબી : આજરોજ તારીખ 29ને સોમવારે લીલાપર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા ગીતાબેન દેલવાડીયાએ દર વર્ષની જેમ શાળાની મુલાકાત લીધી હતી અને લીલાપર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીની લીલાપર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા એવા ગીતાબેન દેલવાડીયાએ આજે શાળાની મુલાકાત લીધી હતી. તેઓએ શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કર્યું હતું. ગીતાબેન દેલવાડીયાને નિહાળીને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના બાળકોમાં પોતાના ભૂતપૂર્વ શિક્ષકને જોતા જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દરેક વિદ્યાર્થીએ બેનને તાલીઓથી વધાવ્યા હતા. ગીતાબેનને પણ શાળામાં આવતાજ આનંદની અનુભૂતિ થઇ હતી.

- text

નિવૃત થયા પછી પણ ગીતાબેન દેલવાડીયા અને તેનો પરિવાર અવાર નવાર શાળાની મુલાકાત લે છે અને દરેક વખતે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરે છે. આ ઉપરાંત ગીતાબેન દેલવાડીયા અને તેના પરિવાર દ્વારા શાળાને પણ અવાર નવાર મદદ કરવામાં આવી છે. તેઓની આ પ્રકારની કામગીરીથી પ્રભાવિત થઈને લીલાપર પ્રાથમિક શાળા પરિવારે તેઓનો આભાર માન્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text