મોરબી : એબીવીપી દ્વારા અભ્યાસ વર્ગ યોજાયો

- text


મોરબી નગર કારોબારીની ઘોષણા કરવામાં આવી

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, મોરબી જિલ્લાના અભ્યાસવર્ગનું આયોજન મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી નગર કારોબારી સમિતિ તેમજ હળવદ કાર્યસમિતિના હોદ્દેદારોની ઘોષણા પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પ્રમુખ ડો. અશ્વિનભાઈ દુધરેજીયા, મોરબી જિલ્લા સંયોજક પાર્થભાઈ પ્રજાપતિ, પૂર્વ કાર્યકર્તા સુખદેવભાઈ દેલવાણીયા, મહાવીરસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લા સંયોજક પાર્થભાઈ પ્રજાપતિ દ્વારા મોરબી નગર અધ્યક્ષ તરીકે સંજયભાઈ વિરડીયા, મોરબી નગરમંત્રી તરીકે મંદિપસિંહ ઝાલા, મોરબી નગર સહમંત્રી તરીકે સંદિપસિંહ જાડેજા અને વિશ્વરાજસિંહ જાડેજા, કાર્યાલય મંત્રી તરીકે દિવ્યરાજસિંહ જાડેજા, કેમ્પસ પ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા, સહ કેમ્પસ પ્રમુખ તરીકે શ્યામ માલી ઉપરાંત SFD પ્રમુખ તરીકે મયુર સોલંકી, સહ SFD પ્રમુખ તરીકે વિશ્વરાજસિંહ ઝાલા અને SFS પ્રમુખ તરીકે અજય પિત્રોડા ની નિમણુંક કરવામાં આવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text