ઉપરવાસના વરસાદને પગલે ટંકારાના ખાલીખમ ડેમી-1ડેમમાં 9 ફૂટ પાણી આવ્યું

- text


સિંચાઈના આ ડેમમાં નવ ફૂટ પાણી આવતા જ ખેડૂતો ખુશખુશાલ : હજુ પાણી આવક ચાલુ હોવાથી ડેમની સપાટી વધવાની શકયતા

ટંકારા : ટંકારા પંથકમાં ગતરાત્રથી અત્યાર સુધી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ટંકારાના ડેમી 1 ડેમમાં પાણીની ધીંગી આવક શરૂ થઈ છે.અગાઉથી ખાલીખમ રહેલા આ ડેમી-1ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે અત્યાર સુધીમાં 9 ફૂટ પાણી આવ્યું છે અને હજુ પાણીની આવક ચાલુ જ હોવાથી આ ડેમની સપાટી વધવાની સંભાવના છે.સિંચાઈના આ ડેમમાં નવ ફૂટ પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ટંકારા પંથકમાં ગતરાત્રિથી અત્યાર સુધી ધીમીધારે વરસાદ પડી રહો છે બપોરના બે વાગ્યે સુધીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.અને બપોરપછી ફરી વરસાદ શરૂ થયો છે.જોકે ઉપરવાસના વરસાદથી ટંકારના ખેડૂતોને સારો ફાયદો થયો છે.જેમાં ઉપરવાસના વરસાદથી ટંકારના ડેમી 1 મિતાણા ડેમમાં પાણીની સારી આવક શરૂ થઈ છે અને આજ સવારથી પાણીની સતત આવક ચાલુ રહેતા બપોર સુધીમાં ડેમી -1 ડેમમાં 9 ફૂટ પાણી આવ્યું છે.આ ડેમ સિંચાઈ માટેનો છે.અને 21 ફૂટની ઉંચાઈ ધરાવતો આ ડેમ તળિયા ઝાટક હતો.ત્યારે ઉપરવાસના વરસાદને કારણે આ ડેમમાં 9 ફૂટ પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ બની ગયા છે.આ પાણીનો ટંકારાના આથમણી સીમ વિસ્તારના તમામ ખેડૂતોને લાભ મળશે.ખેડૂતો પર જે ચિંતાના વાદળો ઘેરાયા હતા.તે એક ઝાટકે જ દૂર થયા છે.અને પાણીની આવક ચાલુ હોવાથી ડેમી-1 ડેમની સપાટી વધવાની સંભાવના છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text