મોરબી જિલ્લાના 29 પોલીસકર્મીઓની બદલી , અગાઉ થયેલી 6 બદલી રદ કરાય

- text


પોલીસ કર્મચારીઓની બદલીનો ઘાણવો ઉતારતા જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા

મોરબી : મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ આજે જીલ્લામા પોલીસકર્મીઓ બદલીનો ઘાણવો ઉતાર્યો છે. જેમાં કુલ 29 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જ્યારે છ પોલીસ કર્મચારીની બદલી અંગે ફેરવિચારણા બાદ તેની બદલી રદ કરાય છે.

મોરબી એસપીએ આજે 29 પોલીસકર્મીઓના બદલીના હુકમો કર્યા છે. જેમાં મોરબી એ ડિવિઝનના ઇતેશકુમાર રાઠોડની હળવદ, અજીતકુમાર સોલંકી વાંકાનેર સીટી, મોરબી બી ડિવિઝનના અશ્વિનસિંહ રાણાની વાંકાનેર સીટી, મોરબી તાલુકાના જયદીપસિંહ રાઠોડની વાંકાનેર સીટી, ટંકારાના ચકુભાઈ કલોતરાની મોરબી સીટી એ ડીવીઝન, હળવદના દિવ્યરાજસિંહ ઝાલાની વાંકાનેર સીટી, માળિયાના સુરેશભાઈ પરમારની હળવદ, ટાપરીયા યોગેશકુમારની હળવદ, દિવ્યરાજસિંહ જાડેજાની મોરબી તાલુકા, જીતેશકુમાર રાઠોડની પોલીસ હેડ ક્વાર્ટર, રાજેશભાઈ રામજીભાઈ પઢીયારની પોલીસ હેડ ક્વાર્ટર, વિનાભાઈ ચાવડાની હળવદ, પોલીસ હેડ ક્વાર્ટરના ફિરોઝખાન પઠાણની ટંકારા, પ્રવીણકુમાર ચંદ્રાલાની હળવદ, કિશોરભાઈ છૈયાની માળિયા, મનજીભાઈ શિયાળની મોરબી સીટી એ ડીવીઝન, જગદીશભાઈ મકવાણાની હળવદ, જેસાભાઈ ડાંગરની ટંકારા, દેવેન્દ્રસિંહ જાડેજા અને આશિષ ડાંગરની માળિયા, વિનોદભાઈ ચીકાણીની મોરબી સીટી બી ડીવીઝન, ધીરેન પરમારની મોરબી સીટી એ ડીવીઝન, આશીફ બારેજીયાની વાંકાનેર સીટી, મયુરભાઈ ઝાંપડાની ટંકારા, કુલદીપકુમાર સોલંકીની પોલીસ હેડ ક્વાર્ટર, શૈલેષભાઈ હેણની માળિયા, જયેશકુમાર ચાવડાની મોરબી તાલુકા અને પ્રિયંકાબેન પૈજાની પોલીસ હેડ ક્વાર્ટર અને ટંકારાના આરીફ સુમરાની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત જિલ્લા પોલીસ વડાએ અગાઉ થયેલી બદલીના હુકમો ફેર વિચારણા બાદ રદ કર્યા છે. જેમાં હળવદ ફરજ બજવતા તેજશકુમાર વિડજાની મોરબી તાલુકા પોલીસમાં તેમજ વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા મહેન્દ્રકુમાર વડગામા અને સંજયસિંહ જાડેજા, ટંકારામાં ફરજ બજાવતા હરદીપસિંહ ઝાલા અને વિશ્વરાજસિંહ ઝાલા, માળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા ખાલીદભાઈ કુરેશીની પોલીસ હેડ ક્વાર્ટરમાં કરવામાં આવેલી બદલી રદ કરવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text