માળીયા હાઇવે પર કારને અકસ્માત નડ્યો : છને ઇજા

- text


માળીયા : મોરબી માળીયા હાઇવે પર ગાળા ગામના પાટિયા પાસે એક કારને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં કારમાં બેઠેલા પાંચ થી છ વ્યક્તિઓને ઇજા પહોંચતા આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબી ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

- text

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી માળીયા હાઇવે પર આવેલ ગાળા ગામના પાટિયા પાસેથી આજે એક કાર પસાર થઈ રહી હતી.આ કારને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા કારના આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા પાંચથી છ વ્યક્તિઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.જોકે આ બનાવની જાણ થતાં 108 ઇમરજન્સી એમયુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પણ ત્યાં સુધીમાં પરિવારજનોએ પ્રાઇવેટ વાહનોમાં ઇજાગ્રસ્તોને મોરબી સારવાર અર્થે લઈ ગયા હોવાનું જાણવા મળે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text