મોરબીમાં મેઘરાજાને મનાવવા જુદી જુદી જગ્યાએ રામધૂનનું આયોજન

- text


મોરબી : મોરબીમાં આ વર્ષે વરસાદ ન આવતા મેઘરાજાને મનાવવા માટે અલગ અલગ જગ્યાએ અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના લોકો વરસાદને મનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

- text

ચોમાસાનો સમયગાળો શરુ થઇ ચુક્યો છે. પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં હજુ મેઘરાજા જાણે રિસાઈને બેઠા હોય એમ છાંટણા કરતા નથી. જેના લીધે શહેરવાસીઓ ગરમીથી ત્રસ્ત છે. ખેડૂતો પણ ચાતકડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે મોરબી જિલ્લાના જુદા જુદા ગામોમાં 24 કલાકની અખંડ રામધૂનો ચાલી રહી છે. ત્યારે મોરબીના જેલ રોડ પર, સબજેલની પાછળ બોરીચાવાસના બાપા સીતારામ ચોકમાં મહિલાઓ દ્વારા 24 કલાકની રામધૂનની શરૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ જિલ્લાના પાનેલી ગામના ગ્રામજનો દ્વારા વરસાદને રીઝવવા માટે 24 કલાક રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની દર્પણ સોસાયટીમાં આવેલા સંગમ-બી એપાર્ટમેન્ટમાં પણ બપોરે 3:00 થયુ રાત્રે 3:00 વાગ્યા સુધી 12 કલાક અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબીના મહેન્દ્રનગરમાં પણ મેઘો રીઝે એ માટે રામધૂન યોજાઈ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text