લજાઈથી નસીતપર જતી નર્મદાની લાઇનમાંથી થતી પાણીચોરી ઉપર જનતા રેડ

- text


ગ્રામજનોએ તમામ ગેરકાયદે જોડાણો તોડી નાખ્યા : મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા

મોરબી : મોરબી પંથકમાં વરસાદ ખેચાતા પીવાના પાણીની પણ મુશ્કેલી ધીમે ધીમે વધતી જાય છે.ત્યારે જોગ આશ્રમ રોડ પર લજાઈ થી નસીતપર જતી નર્મદાના પીવાના પાણીની લાઈનમાં ગેરકાયદે જોડાણ કરી ઉદ્યોગકારો અને ખેડૂતો પાણી ચોરી કરી રહયા છે ત્યારે નસીતપરના ગામ લોકોએ જનતા રેડ કરી ગેરકાયદે કરેલા જોડાણને કાપી નાખ્યા હતા.

- text

મોરબીના આશ્રમ રોડ પર લજાઈથી નસીતપર જતી પીવાના પાણીની નર્મદા લાઈનમાં ગેર રીતે જોડાણ કરેલ ૧૫-૨૦ જેટલા કનેક્સન લગાવતા નર્મદાનું પાણી નસીતપર ગામ સુધી પહોચતું ન હતું. આથી ગામ લોકોએ જનતા રેડ કરી આ વધારાના ગેર રીતે જોડેલ જોડાણ કાપી નાખેલ હતા.સાથે આ ઘટનાની જાણ થતાજ ટંકારા મામલતદાર પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા. અને ગેર રીતે જોડેલ જોડાણ કાપી નાખ્યા હતા. સાથે સાથે આ ગેર રીતે જોડેલ જોડાણમાં કારખાનેદાર , ફાર્મ હાઉસ , ખેતરમાં જોડાયેલા હતા. એ લોકોને દંડ આપવાનું પણ જણાવ્યું હતું .

- text