અષાઢી બીજની અનોખી ઉજવણી : વિનામુલ્યે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો

- text


મોરબી : બાળકો દેશનું ભવિષ્ય છે. હાલના વતાવરણગત ફેરફાર અને ખાન-પાનની ખોટી આદતોથી બાળકોનાં સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે. ત્યારે બાળકોનું સ્વાસ્થ્ય સારૂ રહે એનાં માટે આયુર્વેદના ગ્રંથમાં વિવિધ અકસીર નુસખાઓ દર્શાવેલ છે. જેમાનું એક છે સુવર્ણપ્રાશન.

આયુર્વેદિક જીવનશૈલી દ્રારા મોરબીમાં તારીખ 4ને ગુરુવારે અષાઢી બીજ અને પુષ્યનક્ષત્રના દિવસે વિનામુલ્યે સુવર્ણપ્રાશન ટીપા બાળકોને પીવડાવવાનો કેમ્પ યોજાયો હતો. જેનો મોરબી તથા આજુબાજુનાં ગામનાં ૧૩૦૦થી વધું બાળકોએ લાભ લીધો હતો. બાળકોને ટીપા પીવડાવ્યા બાદ યાદગીરી રૂપે ભેટ આપવામાં આવી હતી.

- text

ભરતભાઇ કાનાબાર, યુવા કવિ જલરૂપ, પરેશભાઈ મેહતા, હરેશભાઇ પીઠવા, ક્રિષ્નાબેન તથા વૈશાલીબેન પરમાર, તૃપ્તિબેન મકવાણા, ક્રિષ્નાબેન કવા તથા સોરઠીયા લુહાર મોરબી, અનમોલ સીરામીક, ફ્લેવર ગ્રેનાઇટો તથા અન્યનાં સહયોગથી આ કેમ્પ શકય બન્યો હતો એમ કેમ્પના આયોજક રાજ પરમારે જણાવ્યું હતું. મોરબીના વધુંને વધું બાળકોને આ આયુર્વેદિક ટીપાનો લાભ મળે અને દરેકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેં માટે દર પુષ્યનક્ષત્રએ આ કેમ્પનું આયોજન થાય છે એમ આયોજકોએ જણાવ્યું હતું.

- text