મોરબીમાં મહિલાના ગળામાંથી પાંચ તોલાના સોનાના ચેનની ચીલઝડપ

- text


બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર ચાલીને જઈ રહેલા મહિલાના ગળામાંથી ડબલ સવાર બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સો પાંચ તોલાનો સોનાનો ચેન આચકીને ફરાર થઈ ગયા હતા.આ ઘટના અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ પર ઇન્ડસાઇડ બેક વાળી શેરીમાં આવેલ હરિહરનગર સોસાયટીમાં રહેતા કંચનબેન લાલજીભાઈ બાવરવા ઉ.વ.58 નામની મહિલા તા.5ના રોજ અન્ય મહિલા રૂકમણીબેન સાથે કોઈ કામસર રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર સોસાયટીના મેઈન રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા.તે સમયે બે અજાણ્યા શખ્સો નંબર પ્લેટ વગરનું બાઇકમાં ઘસી આવ્યા હતા અને બાઇક ચાલક મહિલાની એકદમ બાજુમાંથી બાઇક ચલાવીને બાઇકની પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે કંચનબેન લાલજીભાઈ બાવરવાના ગળામાં પહેરેલા રૂ.1 લાખની કિંમતના પાંચ તોલાના સોનાના ચેન આચકીને રફુચક્કર થઈ ગયા હતા.અચાનક બનેલા આ સોનાની ચેનની ચીલઝડપના બનાવથી મહિલા ડઘાઈ ગઈ હતી.બાદમાં તેમણે આ બાબતે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં સોના ચેનની તડફંચી કરનાર સમડી ગેગ ફરીથી ઝળકી છે.તેથી પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text