મોરબીમાં પિતા અને બે પુત્રોએ ઝેરી દવા પીધી

- text


ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા : આ બનાવમાં વ્યાજખોરોનો ત્રાસ કારણભૂત હોવાની ચર્ચા : બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના સામાકાંઠે રહેતા પિતા અને બે પુત્રોએ આજે ઝેરી દવા પી લેતા ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.આ બનાવમાં વ્યાજખોરોનો ત્રાસ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.બી ડિવિઝન પોલીસે આ બનાવની સઘન તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલી ભાગ્યલક્ષમી સોસાયટીમાં રહેતા કરીમભાઈ મામદભાઈ સમાત્રી ઉ.વ.60 અને તેમના બે પુત્રો અકબરભાઈ કરીમભાઈ સમાત્રી ઉ.વ.47 અને ઇકબાલભાઈ કરીમભાઈ સમાત્રી ઉ.વ.37એ આજે એકીસાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.બાદમાં આ ત્રણેયને સારવાર અર્થે તાકીદે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જોકે આ બનાવમાં વ્યાજખોરીનો ત્રાસ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં દોડી ગયો હતો અને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે.આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે,ઝેરી દવા પી લેનાર આ ત્રણેયની સારવાર ચાલુ હોય નિવેદન લેવાના બાકી હોવાથી હાલના તબક્કે આ બનાવ અંગે કઈ કહી શકાય એમ નથી.પણ આ બનાવની સઘન તપાસ ચાલુ છે.તેમ જણાવ્યું હતું.

- text