બોલો..મોરબીમાં પાલિકાના કર્મચારીઓ જ ઠેરઠેર ઉકરડાના ગંજ ખડકી રહ્યા છે

- text


મોરબી આમ આદમી પાર્ટીએ ચીફ ઓફિસરને આધાર પુરાવા સાથે રજુઆત કરી ઉકરડાની યોગ્ય સફાઈ ન કરાઇ તો આંદોલનની ચીમકી આપી

મોરબી : મોરબીમાં પાલિકાના કર્મચારીઓ જ ઠેરઠેર ઉકરડાના ગંજ ખડકી રહ્યા છે. ત્યારે આ ગંભીર બાબતે મોરબી શહેર આમ આદમી પાર્ટીએ આધાર પુરાવા સાથે ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી સફાઈની વ્યવસ્થા સઘન બનાવીને શહેરમાં રહેલા કચરાઓની નાબૂદ કરવાની માંગ કરી છે.જો આ ઉકરડાની નાબુદી ન કરાઇ તો જરૂર પડ્યે અદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
મોરબી શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ પરેશભાઈ પારિયા સહિતનાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી છે કે, શહેરમાં સફાઈના અભાવ હોવાથી ઠેરઠેર ઉકરડાના ગંજ ખડકાયા છે. જેમાં ખુદ પાલિકાના સફાઈ કર્મચારી જ નિયમોનો ઉલ્લઘન કરી જાહેર ઉકરડાનું સર્જન કરી રહ્યા છે. જેના કારણે પાલિકા તંત્રની બેદરકારીને પાપે પેરિષ તરીકેની ઉપમા ધરાવતું મોરબી શહેર ઉકરડા નગરી બની જાય તેવું લાગી રહ્યું છે.મોરબી શહેરના મુખ્ય માર્ગો હોય કે અંદરના વિસ્તારોની શેરી ગલી દરેક જગ્યાએ ઉકરડાના ગંજ જોવા મળી રહ્યા છે. અને ભારે ગંદકી ફેલાઈ રહી છે જેથી લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે જોકે માર્ગો પર કચરાના ગંજ પડેલા હોવાથી અકસ્માત થવાની ભીતિ રહે છે.જોકે ઉકરડાના ગંજની નાબુદી અંગે અગાઉ પાલિકાને રજુઆત કરી હતી. આમ આદમી પાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે મોરબી પાલિકાના સેનિટેશન વિભાગની જ મોટી બેદરકારી છે.સફાઈ કામદારો સફાઈમાં ઓછું ધ્યાન આપે છે.તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે જે તે વિસ્તારમાં રહેલા ઉકરડાઓમાં જ કચરો ઠાલવી દે છે.પરિણામે કચરાના ગંજની ગંભીર સ્થિતિ સર્જાઈ છે ત્યારે લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરી છે અને જરૂર પડ્યે આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text