પાકિસ્તાન સામે ભારતનો શાનદાર વિજય થતા મોરબીવાસીઓએ જશ્ન મનાવ્યો

- text


ભારતની બેટિંગ-બોલિંગ સ્ટ્રાઈકથી પાકિસ્તાન ચિત્ત થતાં જ મોરબીવાસીઓએ ફટાકડા ફોડી મોઢા મિઠ્ઠા કર્યા

મોરબી : પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને ક્રિકેટના મેદાનમાં ધોબી પછડાટ આપી ભારતે વર્લ્ડ કપમાં ત્રીજી સતત જીત મેળવી છે. ભારતની જીતની ઉજવણી મોરબીવાસીઓએ એક બીજાના મોઢા મીઠા કરીને તેમજ ફટાકડા ફોડીને ઉજવી હતી.

રનની દ્રષ્ટિએ વર્લ્ડકપમાં ભારતનો આ પાકિસ્તાન પર આ સહુથી મોટો વિજય છે. રોહિત શર્માની 140 રનની ધમાકેદાર ઇનિંગની મદદથી ભારતે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટના નુક્શાને 336 રન કરી પાકને 337 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વારંવાર વરસાદની આવન જાવન વચ્ચે ડક્વર્થ લુઇસના નિયમ હેઠળ 40 ઓવરમાં 6 વિકેટે 212 રન નોંધાવતા 89 રને પાકિસ્તાનની હાર થઈ હતી. ટિમ ઇન્ડિયાએ સતત સાતમી વખત વર્લ્ડકપમાં પાકને પછાડયું હતું.

- text

ભારત પાકની મેચ જોવા મોરબીવાસીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો ઠેર ઠેર મિત્રો, પરિજનો સાથે એકઠા થઇ મેચનો રોમાંચક આનંદ માણતા જોવા મળ્યા હતા. ભારતે 337 રનનો મહાકાય લક્ષયાંક આપતા જ ભારતની જીત નક્કી થયાનું માનીને મોરબીવાસીઓએ ઉજવણીની શરૂઆત કરી દીધી હતી. અને મોરબીમાં ઠેર ઠેર પાકિસ્તાન સામે ભારતનો શાનદાર વિજય થતા મોરબીવાસીઓએ જશ્ન મનાવાયો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text