મોરબી : પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં મોરચો, ઉગ્ર રજૂઆત

- text


20 દિવસથી પાણી આવતું ન હોય અને ઉપરથી તંત્ર ઉઠા ભણાવતા મહિલાઓ વિફરી : પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી પાણી પ્રશ્ન હલ કરવાની માંગ કરી : લાયન્સનગરમાં પાણી પ્રશ્ને રજુઆત

મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલી શ્રીજી સોસાયટીમાં છેલ્લા 20 દિવસથી પાણી આવતું ન હોય અને ઉપરથી તંત્ર ઉઠા ભણાવતું હોવાથી આ વિસ્તારની મહિલાઓ વિફરી હતી અને આજે રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો.પાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરીને તાત્કાલીક ધોરણે તેમના વિસ્તારના પાણી પ્રશ્ન હલ કરવાની માંગ કરી હતી.

- text

મોરબીના વાવડી રોડ પર આવેલી શ્રીજી સોસાયટીમાં પાણી પ્રશ્ને આજે આ વિસ્તારની મહિલાઓ પાલિકા કચેરીએ રજુઆત કરવા ઘસી આવી હતી.મહિલાઓએ પાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમના વિસ્તારમાં છેલ્લા 20-25 દિવસથી પાણી આવતું નથી.તેથી આ વિસ્તારની મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.જોકે એક બેડા પાણી માટે મહિલાઓને જ્યાં ત્યાં વલખા મારવા પડે છે.તંત્રના પાપે આ વિસ્તારમાં પાણીની હાડમારી સર્જાઈ છે.મહિલાઓએ વધુમાં રોષ સાથે જણાવ્યું હતું કે, આગાઉ તેમના વિસ્તારમાં પાણી પ્રશ્ને અનેક વખત પાલિકા તંત્રને લેખિત મૌખિક રજુઆત કરી હતી.પરેતું પાલિકા તંત્રએ આ વિસ્તારના પાણી પ્રશ્નને ઉકેલવાની જરાય તસ્દી ન લેતા પાણીની ગંભીર સમસ્યા યથાવત રહી છે.તેથી આ વિસ્તારની પાણીની ગંભીર સ્થિતિને ધ્યાને લઈને પાણી પ્રશ્ન હલ કરવાની ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી હતી.સાથેસાથે મોરબીના શનાળા બાયપાસ પાસેના લાયન્સ નગરની મહિલાઓએ પણ પાણી પ્રશ્ને પાલિકા તંત્રને રજુઆત કરી હતી.છેલ્લા પાંચ દિવસથી પાણી આવતું ન હોવાથી મહિલાઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.આથી આ વિસ્તારની મહિલાઓએ પાણી પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text