માળિયામાં ટ્રક હડફેટે બે ભેંસના મોત, ત્રણને ઇજા

- text


અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઇવર પોતાનો ટ્રક રેઢો મૂકીને નાશી છૂટ્યો

માળિયા : માળિયામા પુરપાટ ઝડપે દોડતા ટ્રકે હડફેટે લેતા બે ભેંસના મોત નિપજયા છે. જ્યારે ત્રણ ભેંસ ઘાયલ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના હનીફાબેન ઉસાભાઈ મોવરે માળિયા પોલીસ મથકે આજે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 11ના રોજ માળિયા કંડલા હાઇવે ઉપર રિલાયન્સના પેટ્રોલ પંપ પાસે તેઓની ભેંસો જઈ રહી હતી. તે વેળાએ પુરપાટ ઝડપે આવતા જીજે 11 ટીટી 8839 નંબરના ટ્રકે ભેંસોને હડફેટે લીધી હતી. જેમાં બે ભેંસોના મોત નિપજયા હતા. જ્યારે ત્રણ ભેંસોને ઇજાઓ પહોંચી છે.

આ અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઇવર પોતાનો ટ્રક મૂકીને નાશી છૂટ્યો હતો. આ ફરિયાદના આધારે માળિયા પોલીસે ટ્રક ડ્રાઇવર સામે ગુનો નોંધીને તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text