મોરબી જિલ્લામાં આરટીઇના બીજા રાઉન્ડમા 382 જગ્યા માટે અરજી પ્રક્રિયા શરૂ

- text


 15મી સુધી કરી શકાશે અરજી : 18મીએ ફાઇનલ યાદી પ્રસિદ્ધ થશે

મોરબી : મોરબી જિલ્લામા આરટીઇના બીજા રાઉન્ડ હેઠળ 382 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવનાર છે. જે માટે હાલ અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જે 15મી સુધી ચાલવાની છે. ત્યારબાદ 18મીએ ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.

મોરબી જિલ્લાની કુલ 188 શાળાઓમાં નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકોને આરટીઇ હેઠળ ધો. 1માં પ્રવેશ આપવાની પ્રક્રિયા સરકારની સૂચના મુજબ શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ 2357 જગ્યાઓ હતી. પ્રથમ રાઉન્ડમાં વાલીઓની પસંદગી મુજબ 2183 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યા હતા. તે પૈકી 1975 બાળકોએ પોતાનો પ્રવેશ ફાઇનલ કરી નાખ્યો છે.

- text

હવે બાકી બચેલી 382 જગ્યાઓ માટે બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જે તા. 12 થી શરૂ થઈ ચૂક્યો છે. જેમાં તા. 15 સુધી અરજી પ્રક્રિયા ચાલુ રહેવાની છે. બાદમાં તા. 18ના રોજ ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવશે.

- text