મોરબી : બેદરકારી બદલ અધિક મદદનીશ ઈજનેરને કારણદર્શક નોટીસ ફટકારતા કલેકટર

- text


વાવાઝોડાના પગલે જિલ્લા કક્ષા કંટ્રોલરૂમમાં ફરજ સોંપાઈ હોવા છતાં ગેરહાજર રહેતા અધિકારી સામે તોળાતી કાર્યવાહી

મોરબી : મોરબીના અધિક મદદનીશ ઈજનેર એમ.એમ.મોદીને જિલ્લા કલેકટર આર.જે.માકડીયા દ્વારા કાર્ય પ્રત્યે બેદરકારી દાખવવા બદલ કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં દિવસ સાતમા પોતાનો જવાબ રજૂ કરવાનો સમય આપવાના આવ્યો છે.

રાજ્યમાં સંભાવિત વાયું વાવાઝોડા સંદર્ભે અધિક મદદનીશ ઈજનેર એમ.એમ.મોદીને જિલ્લા કક્ષા કંટ્રોલરૂમમાં ફરજ સોપાઈ હતી. આમ છતા તેઓ ફરજમાં ગેરહાજર રહેતા તેમજ તાકીદના સંજોગોમાં ફોન બંધ રાખતા આવા કુદરતી આપત્તીના સંજોગોમાં ફરજ પર નિષ્કાળજી, શિથિલતા અને બિનસંવેદીનશીલતા દાખવવા માટે ફરજ મોકુફ શા માટે ન કરવા તે અંગે કલેકટર માકડીયાએ દિન સાતમાં ખુલાસો રજુ કરવાના આદેશ સાથે નોટિસ ફટકારી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text