મોરબી જિલ્લામાં હથીયારબંધી અને ચારથી વધુ વ્યક્તિને ભેગા થવા પર પ્રતિબંધ

- text


મોરબી : ચાલુ માસમાં મોરબી જિલ્લાની હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતીમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે કેતન.પી.જોષી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે હથિયાર બંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સાથે જિલ્લામા ચારથી વધુ વ્યક્તિને એકત્રિત થવા પર પ્રતિબંધ પણ જાહેર કર્યો છે.

- text

વધુમાં અધિક જિલ્લા કલેકટરે હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું.પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુ ફેંકવાની કે ઘકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવાનું.મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવાનું તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવાનું તથા બતાવવાનું અથવા ફેલાવો કરવા પર પ્રતીબંધ ફરમાવેલ છે.

આ ઉપરાંત સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃતરીતે કે ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છ. આ હુકમ અપવાદરૂપ કિસ્સાઓમાં લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ શિક્ષાપાત્ર થશે. તેમ જણાવાયું છે.

- text