મોરબીમા ટાવરમાંથી 24 બેટરીની ચોરી કરનાર શખ્સને પોલીસે પકડી પાડ્યો

- text


મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ એક કંપનીના ટાવરમાંથી 24 બેટરીની ચોરી થઈ હતી. આ બેટરીની ચોરી કરનાર શખ્સને એ ડિવિઝન પોલીસે પકડી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના કન્યા શાળા રોડ ઉપર તપોવન સ્કૂલ સામે આવેલા ઇન્ડેક્સ કંપનીના ટાવરમાંથી એક શખ્સ 24 બેટરી ચોરી ગયો હતો. આ મામલે કંપનીના કર્મચારી અશોકભાઈ રાઠોડે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી. જેમાં આ ચોરી અશોક ગોવિંદભાઈ પંડિત રહે. સુરેન્દ્રનગરવાળાએ કરી હોવાનું ખુલતા પોલીસે તેને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text