નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ લગાવાયું : તંત્ર એલર્ટ મોડ ઉપર

- text


વાવાઝોડાની સંભવિત અસરને લઈને ગઈકાલે નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ લગાવાયા બાદ આજે જોખમ વધતા બે નંબરનું સિગ્નલ લગાવાયું

મોરબી: વાયુ વાવાઝોડાની સંભવિત અસરને લઈને ગઈકાલે મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ લગાવાયા બાદ આજે વાયુ વાવાઝોડાનું જોખમ વધતા આ નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે આ સાથે વાવઝોડાની તમામ ગતિવિધિઓ પર નજર રાખીને તંત્ર સાબદુ બન્યું છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે વાયુ વાવાઝોડું સક્રિય બન્યું છે અને હવામાન ખાતા દ્વારા સોરાષ્ટ્ કચ્છમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સોરાષ્ટ્ કચ્છમાં વાયુ વવાઝોડાનો ખતરો વધતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ સાથે ખડેપગે થઈ ગયું છે.જોકે વાવાઝોડાની સંભવિત અસરને લઈને ગઈકાલે મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.જ્યારે આજે વાયુ વાવાઝોડાનું જોખમ વધતા નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.એ સાથે તંત્ર એલર્ટ બન્યું છે અને વાવાઝોડાની અસરની ગતિવિધિ પર ચાંપતી નજર રાખીને વધુ સાબદું બન્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text