વાવાઝોડાના કારણે મોરબી જિલ્લાની શાળાઓમાં 12 અને 13મીએ રજા

- text


મોરબી : મોરબીમાં વાયુ વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. અત્યારથી જ લોકોની સલામતીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે બાળકોની સુરક્ષા માટે 12 અને 13મીએ સમગ્ર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડાથી સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. વાયુ વાવાઝોડાથી કોઈ જાનહાની ન થાય તે માટે તંત્ર દ્વારા હાલ તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. જો કે લોકોની સુરક્ષા માટે આયોજનબદ્ધ રીતે હાલ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં શિક્ષણ તંત્ર દ્વારા આગામી તા. 12 અને 13ના રોજ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તેમ જિલ્લા પ્રાથમિક શિકક્ષણાધિકારી મયુર પારેખ અને જિલ્લા શિક્ષણાધિકારી સોલંકીની યાદીમાં જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text